ઓનલાઈન શિકારી એટલે ઇન્તેર્નેતના વપરાશકર્તા જે બાળકો અને કિશોરોનું જાતીય અને હિંસક હેતુથી શોષણ કરે છે. જેમાં બાળકોની તાલીમ, જાતીય પ્રવૃત્તિમાં સામેલગીરી, અનિચ્છનીય સામાન અને ચિત્રનું ખુલ્લાપણું, ઓનલાઈન કનડગત, ડર કે ગભરાટ ફેલાવા ધમકી સામેલ હોઈ શકે. તે ઓનલાઈન કનડગત છે.

ઓનલાઈન શિકારીના સંચારના સાધનો :

ઓનલાઈન શિકારી સંચારના જે સાધનોનો ઉપયોગ કરે છે તેમાં સોશ્યલ નેટવર્કીંગ, ઈ-મેઈલ, ચેટ રૂમ, ઈન્સ્ટન્ટ મેસેજિંગ અને વ્યક્તિગત મેળ માટે ઓનલાઈન તાલીમની પ્રક્રિયાનો પણ ઉપયોગ કરે છે.

  • સોશ્યલ નેટવર્કીંગ વેબસાઈટનો ઉપયોગ કરીને : સોશ્યલ નેટવર્કિંગ વેબ સાઈટ એ વપરાશકર્તાના મત વ્યક્ત કરવા, તેને પોસ્ટ કરવા અને ફોટો અને વિડીયો વેબ સાઈટ પર શેર કરવા માટે લોકપ્રિય હોય છે. ઓનલાઈન શિકારી આવી વેબ સાઈટનો ફાયદો ઉઠાવે છે અને બાળક હોવાનો દંભ કરે છે અને ઓનલાઈન મિત્રતા બાંધે છે અને તમારી ખાનગી માહિતી જાણવાનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે જાતીય સંચાર વ્યવસ્થા દાખલ કરે છે અને તમને જાતીય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રાખે છે.

ટિપ્સ : "કાયમ સુરક્ષાના ધોરણોનું પાલન કરો જેમ કે ખાનગી સેટિંગ અને તમારી પ્રોફાઈલને સીમિત રાખવી."

  • ઈ-મેઈલ એડ્રેસનો ઉપયોગ કરીને : ઓનલાઈન શિકારી બાળકોના ઈ-મેઈલ એડ્રેસ ભેગા કરે છે અને તેમને ફોટોગ્રાફ, અશ્લીલ સાહિત્યને લગતી લીંક મોકલે છે અને બાળકોનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે અને બાળકોને ધમકી આપી આગ્રહપૂર્વક જાતીય સંચારમાં સામેલ કરવાનો પ્રયત્ન કરે છે અને બાળકને અસ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરે છે.

ટિપ્સ: અજાણ્યા વપરાશકર્તા તરફથી આવતા ઈ-મેઈલને અવગણો કે ડીલીટ કરો.

  • ચેટ રૂમમાંથી : ઓનલાઈન શિકારી ચેટ રૂમમાં દાખલ થાય છે અને બાળકો સાથે ચેટ શરુ કરે છે અને તેમની ખાનગી માહિતી ભેગી કરવા માટે બાળક હોવાનો ડોળ કરે છે, વિશ્વાસ બાંધે છે અને બાળકના રસ, શોખ, ખાનગી ફોટોગ્રાફ વિષે પૂછે છે, અંગત ચેટ વિશે પૂછે છે, ભેંટ અર્પણ કરે છે અને સારા મિત્ર બનવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક શિકારી બાળકો પ્રત્યે ઘણો માયાળુ અને પ્રેમાળ હોય છે અને ધીમે ધીમે જાતીય વિષયવસ્તુ તેમના વાર્તાલાપમાં દાખલ કરે છે અને બાળકને આ માહિતી બાબતે માતાપિતા પાસે ગુપ્તતા જાળવવાનું કહે છે. જો બાળક તે બાબતે સહમત નથી થતું તો તેને ધમકાવવામાં આવે છે અને અપશબ્દો દ્વારા શરણાગતિ લેવડાવવામાં આવે છે.

ટિપ્સ : ખાનગી માહિતી જેમ કે રસ, શોખ અને પારિવારિક માહિતી ઓનલાઈન મિત્રોથી સંતાડીને રાખવી તેવું એક સુચન છે.

  • તાલીમ આપીને : ઓનલાઈન શિકારી ખોટો વિશ્વાસ બાંધે છે અને બાળકોનો પ્રતિકાર તોડે છે અને સામસામી મીટીંગ ગોઠવે છે.

ટિપ્સ : કોઈપણ અજાણ્યા તમને તમારી આદત અને વિચારો બદલવાનું કહે તો દોરવાવું નહિ. જો તમારે ઓનલાઈન મિત્રને મળવાનું હોય તો તમારા માતાપિતાને સાથે લઇ જાઓ.


ઓનલાઈન શિકારીઓની ધમકી :

જયારે તમે વધારે સમય તેમની સાથે ચેટ કરવા ઈચ્છતા નથી ત્યારે ઓનલાઈન શિકારી તમને ધમકાવે છે અને તમને વ્યક્તિગત રીતે મળવા માટે તમારા પરિવારના સભ્યોને અને મિત્રોને નુકસાન કરવાનું કહી દબાણ કરે છે.

ઓનલાઈન શિકારીઓને કેવી રીતે અટકાવવા?

જો કોઈ તમને કશા કારણ વગર ભેંટ આપવાનું કહે અને તમને વ્યક્તિગત મળવાનું કહે અને વધારે પ્રેમાળ બનવાનો પ્રયત્ન કરે છે – આ બધી નિશાનીઓ છે ઓનલાઈન શિકારીઓની

  • તમને ગુમરાહ કરતી તેઓની ટેકનીકને ઓળખવાનો પ્રયત્ન કરો : જો કોઈ ભેંટ આપવાનું કહે અને અજાણ્યું કશા દેખીતા કારણ વગર તમને વ્યક્તિગત મળવાનું કહે અને વધારે પ્રેમાળ બનવાનો પ્રયત્ન કરે, ધ્યાન રાખો કે આ બધી ટેકનીક ઓનલાઈન શિકારીઓની છે, તેઓ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે.
  • ઉપનામ વાપરો : ખાતરી કરો કે તમે યુસર નેમમાં તમારું સાચું નામ ના ઉપયોગમાં લો.
  • ઓનલાઈન પ્રોફાઈલમાં તમારી ખાનગી માહિતી ના ભરો : જ્યાં બધા તમારી માહિતી જોઈ શકે છે ત્યાં સોશ્યલ નેટવર્કીંગમાં તમારી ખાનગી માહિતી પોસ્ટ ના કરો.
  • ઓનલાઈન ચેટીંગ માટે પણ અવા જ નિયમ બનાવો : સમય મર્યાદાનો નિયમ બનાવો અને ઈન્ટરનેટનો ઉપયોગ માતાપિતાની માર્ગદર્શિકા મુજબ કરો અને ખાતરી કરો કે કમ્પ્યુટર સહિયારા રૂમમાં મુકેલું હોય.
  • જાતિને લગતા, ઘર અને શાળાની મુંઝવણ અંગેના વિષયો પરના ચેટ કરવાનું ટાળો : જાતિને લગતા, ઘર અને શાળાની મુંઝવણ અંગેના વિષયો પરના ચેટ કરવાનું ટાળો.

જો તમને ધમકી મળે છે :

  • તો ડરો નહિ : શાંત રહો, ચેટીંગ બંધ કરો અને ચેટ રૂમમાંથી બહાર આવીને લોગ ઓફ કરો.
  • કોઈના કહેવાથી ડરી ના જવાય : શિકારી કહે તેમ કરવા માટે તમે તૈયાર ના થાઓ અને તેનાથી ડરી ના જાઓ.
  • માતાપિતાને જાણ કરો : જો કોઈ તમને ધમકી આપે, ત્વરિત માતાપિતાને જાણ કરો.
  • પુરાવા માટે તમારા વાર્તાલાપનો સ્ક્રીન શોટ લઇ લો અને તેને કહો કે તમે પોલીસને જાણ કરશો : જો કોઈ ખરાબ ભાષાનો ઉપયોગ કરે, તો તમારા વાર્તાલાપનો સ્ક્રીન શોટ લઇ લો અને તેને કહો કે તમે પોલીસને જાણ કરશો.
  • લોગ ઓફ ના કરો : જો કોઈ તમને ગાળ આપે તો તમે ઉતાવળે લોગ ઓફ ના કરો, માતાપિતાને જાણ કરો અને કાયદાના અમલદારને જાણ કરો.
  • સાયબર પોલીસનો સંપર્ક કરો : જો કોઈ આત્યંતિક બને અને પરિવારના સભ્યોને હાની પહોચાડવાની વાત કરે, તો ત્વરિત રીતે સાયબર પોલીસનો સંપર્ક કરો.
Page Rating (Votes : 1)
Your rating: