સાઇબર સ્ટોકિંગ એટલે ટેક્નોલોજીના ઉપયોગથી ફસાવવા અથવા કોઈને વારંવાર હેરાનગતિ કરવી. તેમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો સમાવેશ થાય છે, જેમ કે કોઈ વ્યક્તિ અથવા લોકોના જૂથને ફસાવવા અથવા હેરાન કરવા માટે વાંધાજનક સામગ્રી મોકલવી તેમાં ધમકીઓ, બદનક્ષી, ઓળખની ચોરી, સેક્સ માટે વિનંતી, ખોટા આરોપો વગેરે સહિત ઘણી વસ્તુઓ સામેલ હોઈ શકે છે. સાઇબર સ્ટોકાર ભોગ બનેલાની કોઈ ઓળખીતી અથવા સંપૂર્ણ અજાણી વ્યક્તિ હોઈ શકે છે અને તે ફોજદારી ગુનો છે.

સાયબર સ્ટોકર મહિલાને કઈ રીતે નુંકસાન કરી શકે.

  • તમારી પ્રતિષ્ઠા અથવા તમારા મિત્રો/ કુટુંબીજનો/સહકર્મીઓ વગેરે સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવા માટે તેઓ તમારી ઑનલાઇન ઓળખની નકલ કરી શકે છે.
  • તેઓ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ઍક્સેસ કરી શકે છે અને તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓ, તમારી અંગત માહિતી અને તમારા  પાસવર્ડને પણ બદલી શકે છે.
  • તેઓ GPS અથવા કેટલાક સ્પાયવેરનો ઉપયોગ કરીને તમારા સ્થાનને નિશ્ચિત કરી શકે છે.
  • સામાજિક મીડિયા પર તમારી પોસ્ટ / ફોટા પર ટિપ્પણી કરતી વખતે તેઓ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી શકે છે.
  • તેઓ તમારા કુટુંબ/મિત્રો/સહકાર્યકરો વગેરે સાથે વાતચીત કરીને તમારી અંગત અને સંવેદનશીલ માહિતીને એકત્રિત કરવાનો પ્રયાસ કરી શકે છે.
  • તેઓ તમારા અંગત ફોટા, વિડીયો વગેરે શેર કરવા માટે તમને બ્લેકમેઇલ કરી શકે છે જે તમારા માટે ખૂબ શરમજનક હશે.

આજકાલ સાયબર સ્ટોકિંગ મહિલા માટે જોખમનું એક મોટો વિષય બની રહ્યું છે. તે ખતરનાક બની શકે છે અને શારીરિક દુરૂપયોગમાં વિકસી શકે છે. સાયબર સ્ટોકિંગની જાણ કરવા માટે રાહ જોશો નહીં. જેટલા લાંબા સમય સુધી સાયબર સ્ટોકિંગ ચાલુ રહેશે, તમે વધુ ભાવનાત્મક, માનસિક અથવા શારિરીક પ્રશ્નોનો સામનો કરશો.

હકીકત એ છે કે સાયબરસ્ટોકિંગમાં શારિરીક સંપર્કનો સમાવેશ થતો નથી તેનો અર્થ એ નથી કે તે "વાસ્તવિક જીવન" કરતાં ઓછી જોખમી છે. ફોન નંબર અથવા તમારા મિત્રો, સંબંધીઓ, કામ કરવાની જગ્યા વગેરે જેવી તમારી અંગત માહિતીને પકડવા માટે અનુભવી ઇન્ટરનેટ વપરાશકર્તા (સાયબર સ્ટોકર) માટે મુશ્કેલ નથી.

તમે કેવી રીતે જાણી શકો કે તમે સાયબરસ્ટોકિંગનો ભોગ બન્યા છો?

જ્યારે તમને કેટલીક વિચિત્ર પ્રવૃત્તિઓ જેવી કે -

  • કોઈ વ્યક્તિ તમારી પ્રોફાઇલની દિવસ અથવા અઠવાડિયામાં વધુ સમય મુલાકાત લે છે
  • કોઈએ તમારી પોસ્ટ અથવા ફોટા પર ખરાબ રીતે ટિપ્પણી કરી હોય અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોય.
  • કોઈએ તમારી વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી વિશે સામાજિક મીડિયા પર પૂછ્યું હોય.
  • કોઈ તમારા ફોટા અને વિડિઓઝ માટે પૂછે.

જો તમને આ પ્રકારની પ્રવૃત્તિઓ લાગે છે, તો અવગણશો નહીં અને તેના સંદર્ભમાં તરત જ પગલાં લો.

સાયબરસ્ટોકિંગને હરાવવું મુશ્કેલ છે કારણ કે સ્ટોકર બીજા રાજ્યમાં હોઈ શકે છે અથવા ભોગ બનેલાથી ત્રણ ક્યુબિકલ દૂર બેઠેલો પણ હોઈ શકે છે. ઇન્ટરનેટની અનામી દુનિયામાં, સ્ટોકરની ઓળખને ચકાસવી મુશ્કેલ છે, ધરપકડ માટે જરૂરી પુરાવા એકત્રિત કરો અને પછી સાઇબરસ્ટોકરને ભૌતિક સ્થાન પર ટ્રસ કરો. તેથી સલામત રહેવા માટે હંમેશાં ઑનલાઇન સ્રોતોનો સુરક્ષા સામેના જોખમોને અવગણ્યા સિવાય અસરકારક ઉપયોગ કરવો સલાહ ભરેલું છે.

સાયબરસ્ટોકિંગથી સુરક્ષિત રહેવા માટે તમારે શું કરવું જોઈએ: -

  • કોઈપણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે તમારા કુટુંબ અને જાણીતા મિત્રોની ગોપનીયતા સેટિંગને પ્રતિબંધિત કરવું હંમેશાં વધુ સારું રહેશે.
  • કોઈપણ મિત્ર વિનંતી સ્વીકારતા પહેલાં હંમેશા સામાજિક મીડિયા પર વ્યક્તિની અધિકૃતતા તપાસો.
  • જો તમે તેનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ તો હંમેશાં તમારા ઉપકરણમાંથી તમારા જીપીએસને અક્ષમ કરો, જેથી સ્ટોકર તમારું સ્થાન મેળવી શકશે નહીં.
  • જો તમારો ઑનલાઈન મિત્ર તમારી અંગત માહિતી અથવા કોઈપણ ફોટો/વિડિયોઝની માગણી કરે તો તેમની સાથે ક્યારેય શેર કરશો નહીં.
  • તમારા ઑનલાઇન મિત્રો તમારા ફોટા અથવા કોઈપણ પ્રવૃત્તિઓ પર શું ટિપ્પણી કરે છે તે બાબતે સાવચેત રહો. જો તમને લાગતું હોય કે ટિપ્પણીઓ અનામી છે, તો તરત જ તેને અવરોધિત કરો.
  • જો તમારા સોશિયલ મીડિયાના કોઈ પણ મિત્ર તમારી સાથે ગેરવર્તણૂક કરે અથવા કોઈ અનામી પ્રવૃત્તિ કરે, તો તેને અવરોધિત કરીને સોશિયલ મીડિયા સેટિંગ દ્વારા જાણ કરો, જો તે પછી પણ તેઓ તમને અનુસરવાનો પ્રયાસ કરે, તો પોલીસમાં ફરિયાદ કરવા માટે વિલંબ કરશો નહીં.

સાયબરસ્ટોકિંગથી સલામત રહેવા તમારે શું ટાળવું જોઈએ?

  • સોશિયલ મીડિયા પરના કોઈપણ ઑનલાઇન મિત્રો પર વિશ્વાસ કરશો નહીં.
  • સામાજિક મીડિયા પર તમારી વ્યક્તિગત માહિતી/ફોટા/વિડિઓઝને સાર્વજનિક રૂપે શેર કરશો નહીં.
  • તમારી પ્રવૃત્તિઓ ઑનલાઇન પોસ્ટ કરતી વખતે તમારું સ્થાન શેર કરશો નહીં.
  • તમારા ઑનલાઇન મિત્રોના વિચિત્ર વર્તનને અવગણશો નહીં.
  • જો તમને લાગે કે સાયબર સ્ટોકિંગ અથવા કોઈ અનામ પ્રવૃત્તિઓ તમારી સાથે થઈ રહી છે, તો ફરિયાદ કરવામાં વિલંબ કરશો નહીં, કારણ કે તેમાં તમારો દોષ નથી.

Source:

Page Rating (Votes : 0)
Your rating: