પ્રસ્તાવના

ભારત, કે જેની મોટાભાગની પ્રજા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે અને જ્યાં મહિલાઓ પણ તેમની રોજીંદી જરૂરિયાતો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તેમાં હાલમાં તીવ્ર વધારો નોંધાયેલો છે. એક સંકલિત સમાજના ભાગ હોવાના કારણે ઘણી મહિલાઓ ઓનલાઇન ખરીદી, ઓનલાઇન વ્યવહારો, સોશિયલ મીડિયા, યાત્રા માટેના માર્ગદર્શન, સંદેશાઓ, ઈ-મેઇલ, રસોઈને લગતા વિડિયો, નોકરી મેળવવા માટે, યોગ માટેના વિડિયો, નવી બનેલ માતાઓને બાલ ઉછેરના માર્ગદર્શન, ઓનલાઇન વ્યાવસાયિક સાહસો માટે માર્ગદર્શન વિ. માટે ઇન્ટરનેટ ઉપર આધાર રાખે છે. મોટાભાગની મહિલાઓ તેમના નવરાશના સમય દરમ્યાન ઇન્ટરનેટનો ઉપયોગ કરતી હોય છે. સર્વમાન્ય રીતે કહીએ તો, મહિલાઓ ઘણા સારા સ્વભાવની હોય છે. મહિલાઓ કાળજી રાખનાર, માસૂમ, સમર્પિત, પ્રમાણિક અને જે કઈ સામે દેખાય તેને સાચું માની લેનારી હોય છે ભલે પછી તે દરવખતે સાચું ન પણ હોય. મહિલાઓની આ નબળાઈઓનો સાઇબર ગુન્હેગારો ફાયદો ઉઠાવતા હોય છે જે હાલમાં મહિલાઓ સાથેના સાઇબર ગુન્હાઓમાં થયેલ તીવ્ર વધારામાંપરિણ્મ્યુ છે.

ઇન્ટરનેટે આ ડિજિટલ વિશ્વના દૌરમાં આપણાં જીવનને ઘણું આસન અને અનુકૂળ બનાવી દીધેલ છે. પરંતુ તેની ઘણી નકારાત્મક અસરો પણ છે. ઇન્ટરનેટ પોતાના સ્વાર્થી ઈરાદાઓ પૂરા પાડવા ઇચ્છતા વ્યક્તિઓને વિવિધ તકો પૂરી પાડે છે. આ આખરે માલવેર, ફિશિંગ, ફાર્મિંગ, ઓળખની ચોરી, સ્પૂફિંગ, ઓનલાઇન કૌભાંડો, વાઇરસ, ટ્રોજન, રેન્સમવેર અને બીજા ઘણા બધા જોખમોમાં પરિણ્મ્યુ છે. આ આપણાં મગજમાં એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે આ સાઇબર વિશ્વના જમાનામાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે. આ ડિજિટલથી જોડાયેલા વિશ્વમાં પણ મહિલાઓને હેરાન કરવામાં આવે છે, ધાકધમકી આપવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે અને રોજબરોજ અપમાનિત કરવામાં આવે છે. પણ તેમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી કેટલીક નાની સાવચેતી રાખીને મહિલાઓ આ સાઇબર વર્લ્ડમાં પણ સુરક્ષિત રહી શકે છે.

સામાન્ય નાગરિકને ઉત્સાહિત કરવા અને જાગૃતિ લાવવા માટે ભારત સરકારનો માહિતી સુરક્ષા શિક્ષણ અને જાગૃતિ (ISEA) તબક્કો 2 યોજના મારફત ખાસ મહિલાઓ માટે પોતાની સુરક્ષા તથા આ ડિજિટલ વિશ્વમાં સલામત રહેવા માટેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરેલ છે. www.infosecawareness.in ઉપર આપવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવાથી મહિલાઓ પોતાને સુરક્ષિત રાખી શકે છે અને પોતાની સહયોગી મહિલાઓને આ બાબતે જાગૃત કરવામાં સહભાગી થઈ શકે છે. સાઇબર જાગૃતિ લાવો અને ભારતને સાઇબર જાગૃત દેશ બનાવો.

તમારી જાતને સુરક્ષિત કરો અને દેશને સુરક્ષિત બનાવો.

 

Page Rating (Votes : 4)
Your rating: